Back

કલોલના જુના ખ્યાતનામ વકીલો



કલોલના જુના ખ્યાતનામ વકીલો કલોલમાં અગાઉના સમયમાં ઘણા ખ્યાતનામ તેજસ્વી વકીલો થયા છે. જેઓએ કલોલના રાજકીય સમાજીક શૈક્ષણિક ક્ષેત્રે અગત્યનો ફાળો આપ્યો છે. કલોલની ઘણી સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણી રહ્યા છે. કલોલના વિકાસમાં ફાળો આપ્યો છે. આવા વકીલોનો પરીચય મેળવીશું. જયંતિભાઈ મયાચંદ શેઠ મુળ કલોલના અને વડોદારામાં વકીલ અને જજ તરીકે કારકીર્દી ધરાવતા જયંતિભાઈ શેઠ તે સમયના ગુજરાતના વડોદરા રાજયના અગ્રણી વકીલ હતા. તેઓએ વડોદરા હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ વડોદરામાં પ્રજામંડળના આગેવાન રહ્યા હતા. વડોદરા રાજયમાં તેઓ વડોદરા કાનુની વિધાન પરીષદમાં કાયદાકીય કલમો કરવા નિમાયા હતા. તેઓ વડોદરા રાજયમાં ડીસ્ટ્રીકટ જજ સેસન્સ અને હાઈકોર્ટના જજ બનેલા. આઝાદી પછી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમાયેલા તેમની કારકીર્દીમાં ઘણા કાનૂની અને મહત્વના ચુકાદાઓ આપ્યા હતા.તેઓ વડોદરાની ઘણી સામજીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ભગવાનદાસ મયાચંદ શેઠ કલોલના અગ્રણી શેઠ કુટુંબના ભગવાનદાસ કલોલના જૂના અગ્રણી વકીલ હતા તેમને આજીવન કલોલમાં વકીલ તરીકે ફરજ બજાવી હતી. તેઓ કલોલ મ્યુનીસીપાલીટીમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તેમને મ્યુનીસીપાલીટીના પ્રમુખ રહ્યા તે દરમ્યાન કલોલના પણ વિકાસના કાર્યો કર્યા હતા. કલોલમાં સૌપ્રથમવાર જયોતિશ્વર મહાદેવ પાસે પાણીની ટાંકી બનાવી કલોલમાં ઘરેઘરે પાણી પુરુ પાડયુ હતું પાણી જવા માટે સીમેન્ટની નીકો પણ બનાવી હતી. નગરમાં વ્યવÂસ્થત રસ્તાઓનું આયોજન કર્યું હતું. તેઓ કલોલ વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ચૂંટાઈ મુંબઈ રાજયના ધારાસભ્ય થયેલા તેમને ધારાસભ્યના કાર્યકાળ દરમ્યાન પણ ઘણા કલોલના કામો કરેલા. કલોલમાં ટેકનીકલ સ્કૂલની સ્થાપના તેઓએ કરાવી હતી. મણીભાઈ ધુળાભાઈ પટેલ તેઓ કલોલના અગ્રણી વકીલ સ્વાતંત્ર્ય સેનાની અને મહાગુજરાત આંદોલનના અગ્રણી હતા આઝાદી પહેલા વડોદરા રાજયમાં વિધાન સભ્ય તરીકે નિયુક્ત થયેલા. તેમને કલોલમાં મીલકામદાર યુનીયન બનાવ્યું હતુ તેમના પિતા ધુળાભાઈ પટેલ પણ સંસ્થાના અગ્રણી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. રસુલભાઈ મલેક તેઓ કલોલના અગ્રણી વકીલ અને જાહેર અગ્રણી હતા. તેઓ વડોદરા રાજય વિધાન પરીષદ વિધાન સભ્ય તરીકે નિયુક્ત થયેલા. તેઓ મહેસાણા જીલ્લા સ્કૂલ બોર્ડના ચેરમેન અને કલોલની અંજૂમન ઈસ્લામના પ્રમુખ તરીકે રહ્યા હતા. તેઓ વિવિધ સામાયિકો, વર્તમાન પત્રોમાં લેખો લખતા. ગુજરાત ઉર્દૂ ગં્રથ તેમને લખ્યો હતો. તેઓ કલોલની કલોલ કસ્બા ક્રેડીટ સોસાયટીના સ્થાપક હતા તેમાં વિકાસમાં પણ સારો ફાફ્રો આપ્યો હતો. ઈશ્વરલાલ મોહનભાઈ નાયક તેઓ કલોલના જૂના અગ્રણી વકીલ હતા. કલોલ મ્યુનીસીપાલીટીમાં પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. તેઓ કલોલના નાયક સમાજ અને અન્ય સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. નંદલાલ કે. બારોટ તેઓ કલોલના અગ્રણી વકીલ હતા. મહેસાણા જીલ્લામાં સેસન્સ વકીલ તરીકે ખ્યાતનામ હતા તેઓ કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેલા. તેઓ ૧૯૭૫ની કટોકટી વખતે સરકાર દ્વારા અમલમાં લાવેલા મીસાના કાયદા વિરૂધ્ધ લડેલા. કલોલમાં ન્યાયિક અધિકારોના આગ્રહી અને તેજસ્વી વકીલ સ્પષ્ટ વકતા તરીકે લોકો હજુ તેમને યાદ કરે છે. કલોલમાં બારોટવાસના છેડે કન્યાશાળા પાસે તેમનું અર્ધ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ચોકનું નામ નંદલાલ બારોટ ચોક રાખવામાં આવ્યું છે. શંકરભાઈ પટેલ કલોલ નજીકના જાસપુરના વતની શંકરભાઈ પટેલ એક સારા વકીલ હતા તેઓ કલોલ પ્રજામંડળના અગ્રણી કાર્યકર સ્વાતંત્ર્ય સેનાની હતા.આઝાદી પછી અમદાવાદમાં જજ તરીકે પણ નિમાયેલા. તેઓ કલોલ તાલુકાના અગ્રણી સામાજીક રાજકીય કાર્યકર તરીકે નામના મેળવી હતી. - નાગેશ ખમાર