Back

કલોલના ભૂતપૂર્વ ધારાસભ્યો



કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી અગાઉ ઘણા કાર્યશીલ ધારાસભ્યો ચૂંટાયા છે. જેમને કલોલ શહેર અને તાલુકાના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. કલોલમાં સારી નામના મેળવી છે. આપણે આ જુના ધારાસભ્યોનો પરિચય મેળવીશું. ભગવાનદાસ મયાચંદ શેઠ કલોલમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ભગવાનદાસ શેઠ ૧૯૫૨ થી ૧૯૫૭ પ્રથમ ધારાસભ્ય તરીકે મુંબઈ રાજયના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. કલોલમાં ટેકનીકલ સ્કૂલ લાવવામાં તેઓ અગ્રણી રહ્યા હતા. મુંબઈ વિધાનસભામાં ઠરાવ કરી કલોલમાં ટેકનીકલ ઈન્સ્ટીટયુટ ઉભી કરાવી હતી. તેઓ કલોલ નગરપાલિકાના પ્રમુખ પણ રહેલા. તેઓ કલોલના સામાજીક અગ્રણી અને પ્રતિષ્ઠિત વકીલ હતા. ત્યારબાદ સરકાર શ્રી એ તમામ ધારાસભ્યને પેન્સન આપવાનું જાહેર કરેલ, પરંતુ ભગવાનદાસ મયાચંદ શેઠ ફેમીલીએ પેન્શનનો પણ સ્વીકાર કરેલ ન હતો. ઉત્તર ગુજરારમાં સૌપ્રથમ કલોલમાં ભૂગર્ભ ગટર યોજના મંજુર કરાવેલ તેમજ કાપડ મીલો ઉપર ટેક્ષ નાખવાની શરૂઆત કરી ન.પા.ને મજબુત કરી. રાજકરણ છોડયા બાદ નામદાર ગુજરાત સરકારે કલોલ નાગરીક પ્રાથમીક શાળાના સરકાર શ્રીના સભ્ય તરીકે નિમણુંક કરી અને તેઓ તે સમયના કલોલ ના પ્રાથમીક શાળા શિક્ષણ સમીતીના ચેરમેન તરીકે સેવા આપી. કલોલના તાલુકા કેળવણી મંડળ ના પણ ઘણા સમય સુધી મંત્રી તરીકે સેવા આપી. કાંતીલાલ કેશવલાલ પટેલ તેઓ ૧૯૬૨માં આંબલીયાસણ વિધાનસભા ક્ષેત્રમાંથી સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાયા હતા ત્યારે કલોલ ઉત્તરનો રાષ્ટ્રીય ટપ્પો આંબલીયાસણ વિસ્તારમાં આવતો હતો. મુળ કલોલ તાલુકાના કોઠાના વતની કાંતીલાલ ઘણા વર્ષો સુધી જાહેર જીવનના અગ્રણી રહ્યા. અગાઉ કલોલ તાલુકામાં સ્વતંત્ર પાર્ટીની સ્થાપના અને વિકાસમાં અગ્રણી રહેલા. ત્યારબાદ જનતા પાર્ટી અને પાછફ્રથી ભારતીય જનતાપાર્ટીમાં સક્રીય રહ્યા હતા. તાલુકાના ભાજપનો વ્યાપ વધારવામાં તેમને ઘણો ફાળો આપેલો. તેઓ કલોલ તાલુકા ભાજપના પ્રમુખ રહેલા તેઓ ૪૨ સમાજ કડવા પાટીદાર સમાજના જીવનપર્યત આગેવાન રહી કામ કર્યું. તેઓ કલોલ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે પણ ઘણા વર્ષો સુધી રહેલા તેના વિકાસમાં પણ અગ્રણી રહ્યા. તેઓ કલોલ નાગરીક સહકારી બેંકના ચેરમેન તરીકે ઘણા વર્ષો સુધી યશસ્વી કામગીરી બજાવી. બેંકના વિકાસમાં અગ્રણી રહ્યા. તેમને કલોલ ઉપરાંત તાલુકાના ગામોમાં પણ નાગરિક બેંકની શાખા શરૂ કરાવી. તેમની બેંકમાં કામગીરીના કદરરૂપે તેમનું બાવલુ બેંકના પ્રાંંગણમાં મુકવામાં આવ્યું છે. તેઓ ૪૨ સમાજ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ અને ૪૨ સમાજ કડવા પાટીદાર માનવસેવા સમિતિ ટ્રસ્ટ સાથે કાયમ સંકળાયેલા રહ્યા. કલોલમાં અંબિકા પાસે, ૪૨ સમાજનું ઉમિયા શૈક્ષણિક સંકુલ ઉભુ કરવામાં પણ અગ્રણી રહ્યા. જેમાં કન્યાઓને પ્રાથમિકથી કોલેજ સુધી શિક્ષણ આપવામાં આવે છે. આમ તેઓ કલોલના અગ્રણી વેપારી રાજકીય કાર્યકર્તા, સામાજીક કાર્યકર્તા, ઉપરાંત સહકારી શૈક્ષણિક આગેવાન તરીકે અગ્રણી રહ્યા. તેમને કલોલમાં વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના કરી તેના પ્રમુખ રહેલા. કેશવલાલ ભોળીદાસ પટેલ તેઓ ૧૯૫૭માં આંબલીયાસણ વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જીવનભર કલોલમાં કામદાર નેતા અગ્રણી તરીકે કામ કર્યું. કલોલમાં તેઓ ઘણા વર્ષો સુધી મજુર મહાજનના પ્રમુખ રહેલા. તેમના પ્રયત્નથી કલોલ પૂર્વમાં મજૂર હાઉસીંગ સોસાયટી બની. હાઈવે ઉપર આવેલા ગાયત્રી શÂક્તપીઠની સ્થાપના અને વિકાસમાં અગ્રણી રહ્યા. શંકરજી કાળાજી ઠાકોર તેઓ ૧૯૮૦ અને ૧૯૮૫માં કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસમાંથી બે વાર ચૂંટાયા હતા. તેઓ આજીવન કલોલમાં રાજકીય અને મજૂર અગ્રણી તરીકે કામ કર્યું. તેમને તેમની રાજકીય કારકિર્દી સામ્યવાદી અને મજૂર કાર્યકર તરીકે કરી હતી. તેઓ કલોલમાં લાલવાવટા કામદાર યુનીયન તથા મીલ કામદાર મંડફ્રની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તેઓ પાછળથી કોંગ્રેસમાં જાડાઈને રાજકીય આગેવાન તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમના સમયમાં કલોલ તાલુકાના ગામોમાં ધણા વિકાસના કામો કરેલા. અને તાલુકામાં સારી લોકચાહના મેળવેલી. ઘણા ગામોમાં વોટર વર્કસ તથા રોડના કામો તેમને કરાવેલા તેઓ મહેસાણા જીલ્લા મ્યુનીસીપલ એન્ડ પંચાયત કામદાર યુનીયનમાં પણ સક્રિય રહેલા. વિઠ્ઠલભાઈ સોમદાસ પટેલ તેઓ ૧૯૯૦ અને ૧૯૯૫ એમ બે વાર કલોલ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતાપાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કલોલના અગ્રણી ઉદ્યોગકાર અને રાજકીય અગ્રણી રહ્યા. તેઓએ આ વિસ્તારમાં પ્રથમવાર ગણેશ થ્રેસર બનાવી નામના મેળવી હતી. તેઓ ગાંધીનગર જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને ગુજરાત રાજય ફાયનાન્સ કો.ઓ.બેંકના ડાયરેકટર અને ૪૨ સમાજ કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ પણ રહેલા.તેમના સમયમાં કલોલમાં ઘણા વિકાસના કામો કર્યા હતા. તેઓએ ભાજપના અગ્રણી તરીકે કલોલમાં સારી લોકચાહના મેળવેલી. ડા.અતુલભાઈ પટેલ તેઓ ૨૦૦૨માં કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપમાંથી ચૂંટાયા હતા આભાર - નિહારીકા રવિયા તેઓ કલોલના અગ્રણી રાજકીય કાર્યકર ડાpકટર તથા કેળવણીકાર તરીકે નામના મેળવી છે. તેઓ છેલ્લા ૩૫ વર્ષથી કલોલમાં આદર્શ હોÂસ્પટલ બનાવી તબીબી સેવાઓ આપે છે. તેમના વિધાનસભાના કાર્યક્રમમાં તેમને કલોલ પૂર્વને જાડાતા રેલ્વે ઓવર બ્રીજ બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો આ ઉપરાંત તેમને કલોલ તાલુકાના ઘણા વિકાસ કાર્યો કર્યા. તેઓ કલોલ રોટરી કલબના પ્રમુખ પણ રહેલા. હાલમાં તેઓ ઘણા વર્ષોથી કલોલ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના ચેરેમન તરીકે કાર્યભાર સંભાળે છે. આ ઉપરાંત તેઓ ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ, વડુ જુથ કેળવણી મંડળના અગ્રણી અને કલોલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર કે.આઈ.આર.સી.ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળે છે. કે.આઈ.આર.સી.ની સ્થાપના કરી તેમને કલોલમાં ટેકનીકલ એન્જીનીયરીંગ અભ્યાસક્રમો શરૂ કરી કલોલના શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશા પૂરી પાડી છે. કે.આઈ.આર.સી. દ્વારા એન્જીનીયરીંગ કોમર્સ, સાયન્સ, એમ.બી.એ. અને હોમિયોપેથી આયુર્વેદના અભ્યાસક્રમો દ્વારા કલોલમાં નવી ટેકનીકલ અને વ્યાવસાયિક શિક્ષણની કેડી કંડારી છે. અહિ તેમને આધુનિક નવી આદર્શ હોÂસ્પટલ સ્થાયી તબીબી ક્ષેત્રે પણ અગ્રણી રહ્યા. આ હોÂસ્પટલમાં એલોપેથીથી આયુર્વેદિક હોમિયોપેથી તબીબી સેવાઓ આપતી મલ્ટી સ્પેશીયાલીટી હોÂસ્પટલ સ્થાયી આરોગ્ય ક્ષેત્રે અગ્રણી રહ્યા. સુરેશભાઈ પટેલ - તેઓ ૧૯૯૮ અને ૨૦૦૭માં કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. કલોલ તાલુકાના કોંગ્રેસના યુવાન કાર્યકર એવા સુરેશભાઈ તાલુકાના વિકાસ કામોમાં તેમના કાર્યકાળ દરમ્યાન કલોલના પૂર્વ વિસ્તારને જાડાતા રેલ્વે અંડરબ્રીજ બનાવવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી. તેઓ કલોલ નાગરિક સહકારી બેંક ઓમકારેશ્વર, મહાદેવ પલીયડ, ૪૨ સમાજ કડવા પાટીદાર માનવ સેવા સમિતિ વગેરેમાં પણ કાર્યરત છે. હાલમાં તેઓ નજીકના માણસાની વિધાનસભાની બેઠક પરથી વિધાનસભ્ય તરીકે કાર્યરત છે. ચીમનભાઈ પી. પટેલ કલોલના જુના અગ્રણી કોંગ્રેસી કાર્યકર એવા ચીમનભાઈ પટેલ ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણીમાં જનતા પાર્ટી તરફથી કલોલ વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓની નિમણૂંક વિધાનસભાના સચિવ તરીકે થઈ હતી. બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં તેઓ અગ્રણી રહ્યા હતા. તેઓ ગુજરાત યુનિવર્સીટીના સેનેટર મહેસાણા દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન રહેલા. તેઓએ કલોલમાં દુધ વાપરનારાની સહકારી મંડળી પણ સ્થાપી હતી. તેઓ કલોલ તાલુકા કેળવણી મંડળ અને સયાજી ધર્મશાળામાં ઘણા વર્ષોસુધી સેવા આપી હતી. ગોવિંદભાઈ શામજીભાઈ પરમાર તેઓ કલોલના અગ્રણી કોંગ્રેસી અને કામદાર આગેવાન હતા તેઓ ૧૯૭૨માં કડી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા તેઓએ તે સમયે કડીની બંધ પડેલી મીલને ચાલુ કરાવી હતી તેઓ કલોલ મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ પણ રહેલા. અર્જુનસિંહ રાઠોડ કલોલ વાઘેલા વંશના વારસદાર અને અલુવાના દરબાર એવા અર્જુનસિંહ ૧૯૬૭ અને ૭૨માં એમ બે વાર કલોલ વિધાનસભામાંથી ચૂંટાયા હતા અને કલોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ રહેલા. તેમને કલોલના તાલુકાના વિકાસના ઘણા કામો કરેલા. કલોલ નારદીપુર રોડ, કલોલ સેરીશા રોડ, કલોલ પાનસર રોડ, બનાવવામાં અગ્રણી રહેલા. તેઓ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહેલા. ડાહ્યાભાઈ પરમાર કલોલના અગ્રણી સામાજીક સહકારી કાર્યકર એવા ડાહ્યાભાઈ પરમાર ૧૯૬૭માં પાટણ લોકસભાની સીટ પરથી સ્વતંત્ર પાર્ટીમાંથ લોકસભામાં ચૂંટાયા હતા તે સમયે લોકસભામાં ઉત્તરગુજરાતના ઘણા કામો કરાવેલા. તેઓ એન્જીનીયર હોવા છતા દલિત ઉત્થાન અને સેવા માટે નોકરી છોડી સેવાના કાર્યોમાં જાડાયા હતા. અને જીવનભર દલિત ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ઉત્તરગુજરાત દલિત સમાજના પ્રમુખ ગુજરાત દલિત સંઘના પ્રમુખ અને જીલ્લા સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહેલા તેમના લોકસભાના કાર્યકાળ દરમ્યાન તેમને ઉત્તર ગુજરાતમાં કૃષિ યુનીવર્સીટી બનાવવાની મંજૂરી કેન્દ્ર સરકાર પાસેથી લાવેલા. તેઓ કલોલ અને અમદાવાદમાં ઘણી દલિત ગૃહ સહકારી મંડળીઓની સ્થાપનામાં પણ આગળ રહ્યા. કલોલમાં દેશની પ્રથમ દલિત સહકારી બેંક કલ્યાણ કો.ઓ. બેંકના પ્રણેતા અને અધિષ્ઠા રહ્યા. બેંકમાં જીવનભર સેવા આપી દલિતોના આર્થિક વિકાસમાં અગ્રણી રહ્યા. આમ તેમને કલોલ અને દલિત સમાજમાં એક સેવાભાવી નિષ્ઠાવાન આગેવાન તરીકે લોકચાહના મેળવી.