કલોલના સાક્ષરો
કલોલની ભૂમિ દાનીઓ, જ્ઞાનીઓ અને કર્મવીરોની છે. કલોલ અને તાલુકામાં ઘણા જ્ઞાનીઓ સાક્ષરો થયા છે. જેમને કલોલનું નામ ઉજાળ્યુ છે. આ સાક્ષરોએ શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે પોતાની પ્રખર વિદ્વતા દ્વારા મહત્વના પદો સંભાળ્યા છે. ગુજરાતના શૈક્ષણિક સાહિત્યકમાં અગ્રણ્ય પ્રદાન પુરૂ પાડયું છે. પોતાના શૈક્ષણિક સાહિત્યક ઓજસથી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. પોતાની રચનાત્મક લેખન પ્રવૃતિ દ્વારા અનોખી છાપ મુકતા ગયા છે. કલોલની શૈક્ષણિક સંસ્થાઓના પ્રણેતા અને અધિષ્ઠા રહ્યા છે. આ સંસ્થાઓના માર્ગદર્શક, પથદર્શક રહ્યા છે. આ સાક્ષરોએ પોતાની જીંદગીના છેલ્લા મુકામ સુધી આ ક્ષેત્રે કાર્યરત રહ્યા છે જ્ઞાનની જયોતને પ્રજવલ્લત રાખી છે. આ લોકોએ શૈક્ષણિક સાથે સેવાકીય સંસ્થાઓમાં પણ કાર્યશીલ રહ્યા છે. આ સાક્ષરોએ સાહિત્યક વિરલ સર્જન કર્યું છે. નવા શૈક્ષણિક કર્મવીરો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આપણે આવા સાક્ષરોની વાત કરીશુ.
-
ડૉ. દાઉદભાઈ ઘાચી
કલોલના વતની અને ઘાંચી સાહેબના નામે ઓળખાતા ડૉ.દાઉદભાઈ ઘાંચીની ગણના ગુજરાતના અગ્રણી શિક્ષણ શાસ્ત્રી તરિકે થાય છે. એક શિક્ષકથી શરૂ કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ઉપ કુલપતિ પદે કાર્યરત રહેલા છે. તેઓે કલોલમાં ભારત હાઈસ્કૂલના પ્રિન્સીપાલ રહેલા. તેમને વલ્લભ વિદ્યાનગર યુનિવર્સીટી અને વોશીગ્ટન યુનિવર્સીટી એમેરીકામાંથી ભાષા વિજ્ઞાનની ડૉકટરેટની ડીગ્રી મેળવી હતી. વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર અને મોડાસામાં એજ્યુકેશન કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે પણ રહ્યા. છેલ્લે અંગ્રેજી અને ભાષા વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતમાં તેમના વિદ્વતાપૂર્ણ પ્રદાનથી સરકારે ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના ઉપકુલપતિપદે પદસ્થ કર્યા હતા. નવી સ્થાયેલી યુનિવર્સીટીને પોતાની વિદ્વતા અને માર્ગદર્શન પુરૂ પાડી ગુજરાતની અગ્રણી યુનીવર્સીટીમાં સ્થાન અપાવ્યું હતું. તેઓ રાજયની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર સમિતિઓમાં પણ કાર્યરત રહ્યા. તેમને ગુજરાતમાં અધ્યયન અધ્યાપન અને શિક્ષણ સંઘોશન દ્વારા નવી અધ્યાપકોને માર્ગદર્શન આપ્યુ છે. ગુજરાતના પાઠ્ય પુસ્તક બોર્ડના સભ્ય પણ રહેલા ગુજરાતની અંગ્રેજી માધ્યમની શાળાઓ માટેના પાઠ્ય પુસ્તકો પણ લખ્યા. તેમને આ ઉપરાંત અંગ્રેજી શીખવાડવાની પધ્ધતિ, શિક્ષણના સિધ્ધાંતો, શૈક્ષણિક પર્યાવરણ વગેરે પુસ્તકો લખ્યા છે. તેમને અમેરીકા અને બ્રિટનની યુનીવર્સીટીઓમાં પણ શિક્ષણ કાર્ય કર્યુ છે. તેમને ૩૦૦ જેટલા શૈક્ષણિક લેખો ૫૦ જેટલા શૈક્ષણિક સંસોધનો અને ૫૦૦ ઉપરાંત શૈક્ષણિક વ્યાખ્યાનો આપેલા છે. હાલમાં પણ તેઓ શૈક્ષણિક નિષ્ણાત માર્ગદર્શક અને અતિથિ શૈક્ષણિક વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. શૈક્ષણિક લેખો વિદેશોમાં શૈક્ષણિક પ્રવાસમાં પણ સંમિલિત છે. હાલમાં નવમા દાયકામા પ્રવેશેલા ઘાંચી સાહેબ કલોલની શૈક્ષણિક સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ માર્ગદર્શક સંવાહક અને અગ્રણી રહ્યા છે.
-
ભોળાભાઈ પટેલ
કલોલ તાલુકાના સોજા ગામના વતની ભોળાભાઈ ગુજરાતના ખ્યાતનામ લેખક વિવેચક અને વ્યાખ્યાતા રહ્યા છે. ગુજરાત યુનીવર્સીટીમાં હિન્દી વિભાગમાં ઘણા વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા આ ઉપરાંત તેઓ ગુજરાત વિદ્યાનસભા પ્રમુખ, ગુજરાતી સાહિત્ય એકાદમીના અધ્યક્ષ રહ્યા. પાછળથી તેઓ વર્તમાનપત્રો, સામાયિકોમાં નિયમિત કોલમ લેખક અને વિવેચક તરીકે કલમ ચલાવી તેમને ૩૦ જેટલા પુસ્તકો લખેલા છે. તેમને ઉત્તમ સાહિત્યક યોગદાન માટે ભારતીય સાહિત્ય એકાદમીના એવોર્ડ, કેન્દ્રીય હિન્દી સંસ્થાન પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનના સાહિત્ય એવોર્ડ મળેલા છે. લગભગ પાંચ વર્ષ પહેલા તેમનો સ્વર્ગવાસ થયેલો છે.
-
ડૉ. દેવેન્દ્રભાઈ ભટ્ટ
કલોલના જાણીતા શિક્ષણકાર અને વિદ્વાન એવા દેવેન્દ્રભાઈએ કલોલમાં ધ્રુવ ઋત્વજ કોલેજ ઓફ એજ્યુકેશન અને પરિશ્રમ અધ્યાપન મંદિર સ્થાપી તેના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી તે પહેલા અધ્યાપક અને આચાર્ય તરીકે શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા. પાછળથી તેમને તેમના કેમ્પસમાં દિવ્યપ્રકાશ એકડેમીની સ્થાપના કરી હતી. તેઓ ભારતીય પ્રૌઢ શિક્ષણ સંસ્થા ગુજરાતના મહામંત્રી ઈન્ડયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈકોલોજી એન્ડ એન્વાયરોમેન્ટના રીજીયોનલ ઓફીસર, રાજય શાળા પાઠય પુસ્તક મંડળના સભ્ય તરીકે રહેલા. તેઓએ યુથ વેલફેર સોસાયટી ઈન્ડીયાના ૨૦૦૯માં લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને ગુજરાત યુવા સંગઠનના ૨૦૧૦ના લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવેલ છે. તેઓએ શિક્ષણ ધાર્મિક પર્યાવરણ વિશેના પુસ્તકો લખ્યા છે જેમાં ‘કેળવણીના કીમીયાગરો’ ‘યૌવન રાષ્ટ્રની વિરાસત’ ‘મૈત્રી ભાવનું પાવન ઝરણું’ ‘૨૧મી સદીમાં શિક્ષણની તાસીર અને ટેકનોલોજી’ વગેરેનો સમાવેશ થાય છે.
-
પ્રો.હરનારાયણભાઈ પંડયા
તેઓ કલોલના કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે ઘણા વર્ષો સુધી કાર્યરત રહ્યા સંસ્કૃત સાહિત્યમાં વિશાળ જ્ઞાન ધરાવતા પંડયા સાહેબની ગણના ગુજરાતના સંસ્કૃતના પ્રખર વિદ્દાન તરીકે થતી હતી. ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત પંડિત તરીકે સન્માન કરી એવોર્ડ આપ્યો હતો.
- નાગેશ ખમાર