Back

કલોલના પુરાતત્વીય સ્થાનો



કલોલ પુરાણુ નગર હોવાથી આજુબાજુ વાવ મંદિર મસ્જીદ જેવા પુરાતન સ્થળો આવેલા છે. જે કલોલના જૂના ઈતિહાસની સાક્ષી પુરે છે. કલોલની નજીક આવેલી અડાલજની વાવ કલોલના ઈતિહાસની ગવાહ છે. ઈસ.૧૪૯૮માં આ વાવ કલોલની રાણી રૂડાદેવીએ તેમના પતિ વીરસિંહની સ્મૃતિમાં બનાવી હતી. અગાઉ ચૌદમી સદીમાં કલોલમાં વીરસિંહ વાઘેલા રાજ કરતા હતા. તેમને રાણી રૂડાદેવીના નામે પÂત્ન હતી. આ રૂડા દેવીનું મૂળ નામ લાલબા હતુ પણ તેઓ ખુબજ દયાળુ ઉદાર અને રૂડા સ્વભાવના હોવાથી તેઓ રૂડા દેવી તરીકે ઓળખાયા. રાજા વીરસિંહ અને અમદાવાદના રાજા મહંમદશા બેગડા વચ્ચે અડાલજમાં લડાઈ થઈ હતી. જેમાં વીરસિંહ માર્યા ગયા હતા અને કલોલ અમદાવાદના સુબાના આધિપત્યમાં આવ્યુ હતું. રાણી રૂડાદેવી તેજસ્વી અને રૂપાળા સ્વાભિમાની હતા. આથી બેગડાએે તેને પોતાની રાણી થવા સંદેશો મોકલ્યો. રાણી રૂડાદેવી પરોપકારી ઉપરાંત શીલવંત ગુણવાન નારી હતા. તે સમયે આખા ઈલાકામાં દુકાળ પડયો હતો. પોતાની હયાતીમાં પ્રજાની સુખાકારી માટે કંઈક કરી જવાની તમન્ના હતી. આથી તેમને અમદાવાદના બાદશાહને રાણી થવા સંદેશો આપ્યો.પણ તે માટે પોતાના પતિ જયાં શહીદ થયા હતા ત્યાં બેનમૂન વાવ પોતાના પતિની સ્મૃતિમાં બનાવે તો પોતે રાણી થવા તૈયાર છે તેવુ કહેણ મોકલાવ્યુ. આ સાંભળી અમદાવાદના મહંમદશાહ બેગડા રાજી થયા અને શરતને સ્વીકારી પોતાના કારભારીને જલ્દી વાવ બનાવવાનું ફરમાન કર્યું અને છ મહિનામાં તો વાવ તૈયાર થઈ ગઈ. બાદશાહે વાવના દર્શન કરી મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું પોતાના પતિની સ્મૃતિમાં અને પ્રજા માટે વાવ બનતા રાણી ખૂબજ ખુશ થયા. પોતાની જીંદગીની મનોકામના પુરી થઈ હોવાથી આનંદિત થયા. વાવને નિહાળી ગદગદ થઈ હાથમાં નાળીયેર લઈ પૂજા કરી વાવમાં ઝંપલાવ્યુ પોતાનું જીવન સાર્થક કર્યું. જેનો શિલાલેખ વાવની અંદર કોતરેલો છે. આ ઉપરાંત કલોલ નજીક છત્રાલ અને પાનસરમાં વાવો આવેલી છે. જે પંદરમી સદીમાં બનેલી છે. છત્રાલની વાવ બર્બક નામના રાજપૂતે બનાવી હતી. આ વાવ સાત કોઠાની છે. આ ઉપરાંત કલોલના બાદશાહ બનાવેલી શાહી જુમ્મા મસ્જીદ આવેલી છે. જે અમદાવાદના બાદશાહ અહેમદ શાહે બનાવી હતી. કલોલ નજીક આવેલા સૈજ ગામનું સિધ્ધનાથ મહાદેવ પણ પુરાણું છે. જે પાટણના રાજા સિધ્ધરાજે બનાવેલું તેવી લોકવાયકા છે. કલોલ પાનસર, શેરીસાના જૈન મંદિરની મૂર્તિઓ ચૌદમી સદીમાં બનેલી છે. તે તેના લખાણ ઉપરથી દેખાય છે. અગાઉ ચૌદમી સદીમાં અહી જૈન મંદિરો હતા પણ વિધર્મીઓના ત્રાસથી આ મંદિરની મૂર્તિઓને બચાવવા નજીકમાં દાટી દેવામાં આવી હતી. જે પાછળથી મળતા પુનઃ સ્થાપના કરી મંદિરો બનાવેલા છે. કલોલનું ખોડીયારમાતાનું મંદિર અને કપિલેશ્વર મહાદેવ પણ ઘણા જૂના છે. જે કલોલની સ્થાપના પછી તે સમયના રાજાઓને બનાવેલા છે. ખોડિયાર માતા કલોલના નગરદેવી તરીકે પૂંજન થાય છે. કપિલેશ્વર મહાદેવ અને કલોલના વારિનાથ મહાદેવના શીવલીંગો વિધર્મીના ત્રાસથી દાટી દેવામાં આવેલા છે. પાછળથી પુનઃ સ્થાપના કરી મંદિરો બનાવેલા છે. ગામમાં અંબાજી માતાના વાસમાં આવેલુ અંબાજી મંદિર પણ બસો વર્ષ જુનુ છે. બજારમાં આવેલુ રામજી મંદિર પણ બસો વર્ષ ઉપરાંત જુનુ છે. દિગંબર સમાજનું નું મંદિર સવાસો વર્ષ જૂનુ છે. અગાઉ ચૌદમી સદીમાં અહી દિગંબર સમાજનું મંદિર હતુ જે તેના મંદિરમાંથી મળેલા લખાણમાંથી જણાય છે. આ ઉપરાંત ગાયોના ટેકરા પાસે વણકર વાસમાં આવેલું ગેબી મંદિર ચારસો વર્ષ જુનુ છે. કલોલના દરબારની ડેલી, કસ્બા વિસ્તારમાં મટવા કુવા સામે આવેલી હતી. જે પછી સતરમી સદીમાં વાઘેલા દરબારો લીંબોદ્રા લઈ ગયા હતા અને લીબોદ્રામાં દરબાર ગઢ બનાવ્યો હતો જે હાલ મોજુદ છે. કલોલ જુના ગામમાં આવેલા વખારીયા બિલ્ડીંગ છોટાલાલ મોતીચંદ હવેલી વલ્લભભુવન ઓગણી સદીના શરૂમાં બનેલા છે. જે સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. આ ઉપરાંત ગાયકવાડી શાસનમાં ઈસ.૧૮૫૦ પછી જૂની મામલતદાર કચેરીનું મકાન, ટાવર પાસેની લાલ પ્રાથમિક શાળાનું મકાન આવેલા છે. - નાગેશ ખમાર